અભિનેતા અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર વિદ્યા બાલન સાથેની તેની ચોથી ફિલ્મની જાહેરાત કરતો એક ખાસ વીડિયો શેર કર્યો. આ ફિલ્મનું દિગ્દર્શન અનીસ બઝમી કરશે. વીડિયોમાં, અક્ષય અને વિદ્યા એકસાથે ફ્લાઇટમાં ચઢતા જાવા મળે છે. અક્ષયે એ પણ ખુલાસો કર્યો કે તે તેની ફિલ્મના પ્રારંભિક શૂટિંગ શેડ્યૂલ માટે કેરળ જઈ રહ્યો છે.
તેમની નવી ફિલ્મની જાહેરાત કરતા, અક્ષય કુમારે લખ્યું, “આગળનો પડાવ – ભગવાનનો પોતાનો દેશ, જાદુઈ કેરળ.” અનીસ બઝમીની આગામી ફિલ્મમાં વિદ્યા બાલન સાથે આ મારી ચોથી ફિલ્મ છે. અક્ષયે આગળ લખ્યું, “મને આશા છે કે અમારી જાડી ગુડ લક ચાર્મ બની રહેશે.”
અક્ષય કુમાર અને વિદ્યા બાલન અગાઉ ત્રણ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્્યા છેઃ “ભૂલ ભુલૈયા,” “હે બેબી,” અને “મિશન મંગલ.” હવે, અક્ષય અને વિદ્યા તેમની ચોથી ફિલ્મ પર સહયોગ કરવા માટે તૈયાર છે, જેનું નિર્દેશન અનીસ બઝમી કરશે. જાકે, નવી ફિલ્મ વિશે હજુ સુધી વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. હાલમાં, અક્ષય કુમારની ફિલ્મ “ભૂત બાંગ્લા” સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અક્ષય સાથે વામિકા ગબ્બી, પરેશ રાવલ, તબ્બુ અને રાજપાલ યાદવ છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું છે.












































