બાબાપુર સ્થિત શ્રી સર્વોદય સરસ્વતી મંદિરના ૭૮માં સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે અમેરિકાથી પધારેલા અતિથિ વિશેષ નિખિલભાઈ પુરોહિત અને નંદાબેન પુરોહિત સહિત ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના નિયામક મંદાકિનીબેન પુરોહિતે સંસ્થાની સ્થાપનાથી અત્યાર સુધીની ગૌરવશાળી પ્રગતિની વિગતો પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમમાં વડીલ નીતિનભાઈ બોરાણીયા અને મોહનભાઈ વાળાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મહિલા અધ્યાપન મંદિરની બહેનોએ ‘મોટા બા’ પર આધારિત ભાવવાહી નાટક ભજવ્યું હતું અને બાલઘરના ભૂલકાઓએ મનમોહક ડાન્સ રજૂ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અખિલભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.









































