રાજુલા તાલુકા પંચાયતની ચાલુ ટર્મની છેલ્લી સામાન્ય સભા ઉત્સાહભેર યોજાઈ હતી. તાલુકા પંચાયતનો કાર્યકાળ ૧૫ માર્ચે પૂર્ણ થતો હોવાથી પ્રમુખ, ઉપપ્રમુખ અને વિવિધ સમિતિના ચેરમેનોની પ્રશંસનીય કામગીરી બદલ સદસ્યો અને આગેવાનો દ્વારા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકાના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૩૯ કરોડનું મહત્વકાંક્ષી બજેટ સર્વાનુમતે પસાર કરાયું હતું. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આ નિર્ણયને આવકાર્યો હતો, જ્યારે ધીરજભાઈ પુરોહિત અને કનુભાઈ ધાખાડાએ વહીવટી સ્ટાફ અને સાથી સદસ્યોનો આભાર માન્યો હતો.