અમરેલીના મોટા ભંડારીયા ગ્રામ પંચાયત અને સદભાવના ફાઉન્ડેશન દ્વારા ૬,૦૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કૌશિકભાઇ વેકરીયા, ખેડૂત અગ્રણી જયસુખભાઈ કસવાળા તેમજ સરપંચ, ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.









































