બગસરાના APMC યાર્ડમાં આજે VB-G RAM G અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાની કાર્યશાળાનું અને બજેટ ૨૦૨૬-૨૭ની માહિતી આપવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ વક્તા કેતનભાઈ સોની, સુરેશભાઈ ગમારા, અમરેલી જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ મહીડા, જિલ્લા પંચાયતના સદસ્ય ધીરુભાઈ માયાણી, પ્રદીપભાઇ ભાખર, ઘનશ્યામભાઈ સાદરાણી, બગસરા તાલુકા ભાજપ મહામંત્રી દેવરાજભાઈ રાંક, પ્રકાશભાઈ પરમાર, બગસરા તાલુકા પંચાયતના પ્રમુખ બાબુભાઈ બકરાણીયા, ઉપપ્રમુખ હસમુખભાઈ બાબરિયા, બગસરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા સહિત અન્ય હોદ્દેદારો, બગસરા નગરપાલિકાના સદસ્યો, બગસરા તાલુકાના વિવિધ ગામના સરપંચ, મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.