ધારાસભ્ય મહેશ કસવાલા સહિત ખેડૂત અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા
સાવરકુંડલા-મહુવા રોડ પર સ્થિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કેન્દ્રીય બજેટ ૨૦૨૬ અને નવી ફમ્–ય્ ઇછસ્ ય્ (વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન – ગ્રામીણ) યોજના અંતર્ગત ખેડૂતલક્ષી કાર્યશાળા તથા કિસાન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બજેટમાં કૃષિ, સિંચાઈ, પાક વીમા અને આધુનિક ટેકનોલોજી માટે કરવામાં આવેલી જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ધારાસભ્યએ જણાવ્યું કે સરકાર ખેતી ખર્ચ ઘટાડવા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત કરવા કટિબદ્ધ છે. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોએ રજૂ કરેલા પ્રશ્નો અને સૂચનોનો સકારાત્મક પ્રતિસાદ આપી તેમને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા અને પંચાયતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.








































