પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ પોતાના યાત્રીઓની સુવિધાઓને સતત ઉત્તમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે, અને માન્ય યાત્રીઓની સુરક્ષિત અને સુખદ યાત્રા સુનિશ્ચિત કરવા માટે અનેક મજબૂત પગલાં લઈ રહ્યું છે.
અનધિકૃત યાત્રાને અટકાવવાના ઉદ્દેશથી મંડળ રેલવે મેનેજર વેદ પ્રકાશ, સિનિયર મંડળ કોમર્શિયલ મેનેજર અન્નૂ ત્યાગી અને અન્ય કોમર્શિયલ અધિકારીઓ દ્વારા દરરોજ ટિકિટ તપાસ કામની સમીક્ષા કરવામાં આવી તથા તેમના માર્ગદર્શનમાં વિશેષ ટિકિટ તપાસ અભિયાન સંચાલિત કરવામાં આવ્યા.
સિનિયર કોમર્શિયલ અધિકારીઓની દેખરેખમાં કાર્યરત અત્યંત પ્રેરિત ટિકિટ ચેકિંગ ટીમ દ્વારા એપ્રિલ ૨૦૨૫ થી જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન અનેક અભિયાન ચલાવવામાં આવ્યા, જેના પરિણામે રૂ.૨૫.૭૨ કરોડની વસૂલી થઈ, જે પાછલા વર્ષના સમાન સમયગાળા દરમિયાનની સરખામણીમાં લગભગ ૫૪% વધારે છે. ફક્ત જાન્યુઆરી ૨૦૨૬ મહિનામાં વગર ટિકિટ અને અનિયમિત યાત્રાઓ, જેમાં વગર બુકિંગના મામલા પણ સામેલ છે, ૩૨,૩૩૦ પ્રકરણોની ઓળખ કરીને રૂ.૨.૪૮ કરોડની રકમ વસૂલ કરવામાં આવી, જે નિર્ધારિત લક્ષ્યથી ૧૮% વધારે છે.
૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મંડળ વાણિજ્ય પ્રબંધક અંકુર દેસાઈના નેતૃત્વમાં વિશેષ ટિકિટ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભિયાન દરમિયાન ૭ ટિકિટ તપાસ સ્ટાફની ટીમ દ્વારા કુલ ૧૮૧ કેસ પકડાયા, જેમાંથી દંડરૂપે ૧,૧૫,૪૪૦નું આવક પ્રાપ્ત થઈ.
૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મંડળ કોમર્શિયલ મેનેજર જયેશ મકવાણાના નેતૃત્વમાં વિશેષ ટિકિટ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું, જેના હેઠળ ૧૪૭૦૨ અમરાપુર અરાવલી એક્સપ્રેસ, ૭૯૪૩૪ સાબરમતી-પાટણ ડેમૂ, ૭૯૪૩૨ સાબરમતી-મહેસાણા ડેમૂ, ૭૯૪૩૬ પાટણ-સાબરમતી ડેમૂ તથા ૧૨૫૪૭ આગરા કેન્ટ-સાબરમતી એક્સપ્રેસમાં સઘન તપાસ કરવામાં આવી. આ અભિયાનમાં ૧૦ ટિકિટ તપાસ સ્ટાફ અને ૪ આરપીએફ સ્ટાફની હાજરી રહી. અભિયાન દરમિયાન ટિકિટ વગરના ૧૨૦, ઉચ્ચ શ્રેણીમાં યાત્રા કરનારા ૧૯, વગર બુકિંગ સામાનના ૧ તથા ગંદકી ફેલાવવાના/થૂકવાના ૪ પ્રકરણ સહિત કુલ ૧૪૪ પ્રકરણ પકડવામાં આવ્યા, જેનાથી રૂ.૪૭,૦૧૦ ની વસૂલાત કરવામાં આવી. આ અભિયાન સાબરમતી-મહેસાણા અને પાટણ-સાબરમતી રેલવે સેક્શન્સમાં સંચાલિત કરવામાં આવ્યું.
આ પ્રકારના પરિણામ અનધિકૃત યાત્રા પર નિયંત્રણ મેળવવા, યાત્રા અનુભવને ઉત્તમ બનાવવા તથા સાર્વજનિક સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રત્યેની પશ્ચિમ રેલવેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળે યાત્રીઓને જણાવ્યું છે કે તેઓ યોગ્ય અને માન્ય ટિકિટ લઈને જ યાત્રા કરે, જેનાથી તેમને સુગમ, સુરક્ષિત અને આનંદદાયક યાત્રા થાય.








































