અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી નાણાકીય વર્ષ માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવે તે પહેલા જ વિવાદોની શરૂઆત થઈ ગઈ છે. મનપાના તંત્ર દ્વારા બજેટમાં કરવામાં આવેલી એક વિશેષ જાગવાઈને કારણે સત્તાધારી પક્ષના જ પ્રતિનિધિઓ આમને-સામને આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને દક્ષિણ ઝોનમાં નવા પ્રોજેક્ટ માટે કરવામાં આવેલી નાણાકીય ફાળવણી હવે ચર્ચાનું કેન્દ્ર બની છે.
મનપાના વહીવટી તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં અમદાવાદના શાહવાડી વિસ્તારમાં નવું કતલખાનું બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે બજેટમાં ૩૨ કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ કતલખાનું અંદાજે ૧૬,૦૦૦ સ્ક્વેર મીટર એરિયામાં બનાવવાનું આયોજન છે. તંત્રનો દાવો છે કે આ સ્લોટર હાઉસના નિર્માણમાં તમામ સરકારી ગાઈડલાઈન અને પર્યાવરણના પાસાઓને પૂરતું ધ્યાન આપવામાં આવશે.
શાહવાડી વિસ્તારમાં આ પ્રોજેક્ટની જાહેરાત થતા જ એલિસબ્રિજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય અમિતભાઈ શાહ મેદાનમાં આવ્યા છે. તેમણે આ નિર્ણય સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ધારાસભ્ય અમિતભાઈ શાહનું કહેવું છે કે એક બાજુ પશુ બચાવવાની વાતો થઈ રહી છે. તો બીજી તરફ મોટું સ્લોટર હાઉસ બનાવાઈ રહ્યું છે. જેથી મારો વિરોધ છે.
અમદાવાદ શહેરના ઇતિહાસમાં આ નિર્ણય ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે કારણ કે શહેરમાં છેલ્લે વર્ષ ૧૯૦૩માં જમાલપુર ખાતે કતલખાનું બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ છેલ્લા ૧૨૩ વર્ષથી શહેરમાં અન્ય કોઈ નવું સત્તાવાર સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું નથી. અત્યાર સુધી માત્ર જમાલપુર સ્થિત સુવિધાનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. ૧૨૩ વર્ષના લાંબા અંતરાલ બાદ મનપા જ્યારે નવું કતલખાનું બનાવવા જઈ રહી છે ત્યારે તેને રાજકીય અને સામાજિક વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિરોધ બાદ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ ધાનીએ જણાવ્યું હતું કે કખતલાખાની દરખાસ્ત પાછીં ખેંચુ છું