હિંમતનગરમાં ધ બિગબુલ ફેમિલી નામે વધુ એક પોંઝી સ્કીમ શરૂ કરાઈ હતી. જેમાં હાલના તબક્કે ૩૬ જેટલા રોકાણકારો પાસેથી એક કરોડ ૪૪ લાખથી વધારેની છેતરપિંડી કરાઈ હોવાનું ખુલ્યું છે. જા કે પોલીસે આ મામલે ૬ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને ૨ આરોપીની અટકાયત કરી છે, તેમજ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.હિંમતનગરના ટાવર રોડ ઉપર ધ બિગ બુલ ફેમિલીના નામે એક પોન્જી સ્કીમ શરૂ થઈ હતી. જેમાં પ્રતિમાસ ૪% થી ૬ ટકા સુધી નું રિટર્ન આપવાનું કહી રોકાણકારોને લલચાવતા હતા. સાથોસાથ તમામ રોકાણ ક્રિપ્ટો કરન્સીમાં કરાતું હોવાના પગલે વધુ આવક થતી હોવાનું રોકાણકારોને જણાવ્યું હતું. જેના પગલે હિંમતનગર સહિત આસપાસના તાલુકાના કેટલા લોકો આ પોઝીશનના ભોગ બન્યા છે.જા કે અત્યાર સુધીમાં ૩૬ જેટલા રોકાણકારોએ હિંમતનગર મ્ ડિવિઝન પોલીસ મથકે ૬ જેટલા આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, તેમજ પોલીસ ફરિયાદ નોંધાયેલા પગલે પોલીસને તાત્કાલિક ધોરણે ૨ આરોપીની અટકાયત કરી છે, અન્યની તપાસ હાથ ધરાઈ છે.૬ જેટલા સંચાલકો સામે બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ નોંધાઈ છે તેમાં જગદીશગીરી ગોવિંદગીરી ગોસ્વામી, રહેવાસી. જામડા, હિંમતનગર,શીતલ જગદીશગીરી ગોસ્વામી, રહેવાસી. જામડા, હિંમતનગર,મનીષ ગોવિંદ પટેલ, રહેવાસી. વિજાપુર, મહેસાણા,વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ, રહેવાસી. સરોલી, હિંમતનગર,મનહરસિંહ ભારતસિંહ ઝાલા, મૂળ રહેવાસી. કાનડા, હાલ રહે. જલારામ મંદિર રોડ હિંમતનગર,ભીખુસિંહ ગુલાબસિંહ રાઠોડ, રહેવાસી. ગાયત્રી મંદિર રોડ, હિંમતનગર સામેલ છેપોલીસ આરોપીઓ સુધી પહોંચે તે પહેલા કરોડોનું ફૂલેકું ફેરવનારાઓ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતર્યા છે, તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવતા અત્યાર સુધીમાં ૨ આરોપીઓની અટકાયત થઈ ચૂકી છે, તેમજ અન્ય સામે તપાસ હાથ ધરાઈ છે. જાકે આવનારા સમયમાં આ મામલે વધુ ખુલાસાઓ થવાની સંભાવનાઓ છે.







































