બગસરાના મોટા મુંજીયાસર ગામે પ્લોટમાંથી માલસામાન લેવાનું કહેતા દંપતીએ યુવક પર હુમલો કર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે અમિતભાઈ લાલજીભાઈ રાઠોડે બાલુભાઈ નથુભાઈ રાઠોડ, નિષાબેન બાલુભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમણે આરોપીઓને પ્લોટમાંથી માલસામાન લઈ લેવાનું કહેતા સારું નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. તેમણે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈને છાતીના ભાગે ચારથી પાંચ ઘા માર્યા હતા. તેમજ મનિષાબેને લાકડીના બડીયા પડે મુંઢમાર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.કે. વરૂ વધુ તપાસ કરી રહ્યા છે.








































