ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ અને મહાવીર જૈન ચરિત્ર કલ્યાણ રત્નાશ્રમ–સોનગઢ આયોજિત ૨૦માં રાજ્ય કક્ષાના ગણિત મહોત્સવ- ૨૦૨૬માં રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ – ચલાલાની વિદ્યાર્થીનીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. આ પ્રસંગે ખગોળશાસ્ત્રી ડા. જે.જે. રાવલ, નાસાના ડા. એકતા શાહ, ઈસરોના પરેશ સરવૈયા, રમણ સાયન્સના ડા. ચંદ્રમૌલી જોશી અને મહેશભાઈ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં શાળાની દીકરીઓએ “સ્અજીંિઅ ર્ક ૈઁ (π)” વિષય પર પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જેમાં ઠાકર પલ દેવાંગભાઈએ પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ તેમજ ક્વિઝ સ્પર્ધામાં રાઠોડ રીમા અને ધાંધલ્યા મહેશ્વરીએ
દ્વિતીય ક્રમ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રાધ્યાપક શુભમભાઈ પાટીલના માર્ગદર્શન અને ડાયરેક્ટર શીતલબેન મહેતાની ઉપસ્થિતિમાં મળેલી આ સિદ્ધિ બદલ સંસ્થાના વડા ડા. રતિદાદાએ વિદ્યાર્થીનીઓને અભિનંદન સહ આશીર્વાદ પાઠવ્યા હતા.