ધારીના સરસીયા ગામની સગીરાએ ટીવી જોવા બાબતે ભાઈ સાથે ઝઘડા બાદ ગળાફાંસો ખાતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે અરુણભાઈ ડાયાભાઈ બોરીચા (ઉ.વ.૪૧)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી કલ્પના (ઉ.વ.૧૫)ને તેના નાનાભાઈ સાથે ટીવી જોવા બાબતે ઝઘડો થયો હતો. જેથી મનમાં ગુસ્સો આવતાં તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો.





































