ખાંભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું આયોજન અમરેલી જિલ્લા ભાજપ યુવા મોરચા, ખાંભા તાલુકા ભાજપ યુવા મોરચા અને શ્રી સૌરાષ્ટ્ર નાગરિક સહકારી મંડળી દ્વારા કરવામાં આવ્યું હતું. તે ‘સેવા સંકલ્પ અભિયાન – ૨૫ વર્ષ સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ખાંભાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો.





































