શાપર સ્થિત વ્રજભૂમિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ભવ્ય ‘આનંદ મેળા’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનકભવન આશ્રમથી પધારેલા પૂજ્ય મીરાબાપુએ દીપ પ્રાગટ્ય કરી મેળાનું ઉદ્‌ધાટન કર્યું હતું. કાર્યક્રમમાં ગામના સરપંચ તથા અન્ય સ્થાનિક અગ્રણીઓએ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. શાળાના આચાર્યએ આ તકે નવી શિક્ષણ નીતિના મહત્વ પર ભાર મૂકતા વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનિંગ એટલે કે વ્યવસાયિક તાલીમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે માત્ર વ્હાઇટ કોલર જોબ પાછળ દોડવાને બદલે હુન્નર શીખીને આત્મનિર્ભર બનવું એ આજના સમયની માંગ છે. મહાનુભાવોએ બાળકોના સર્જનાત્મક સ્ટોલ્સની મુલાકાત લઈ તેમને પ્રોત્સાહિત કર્યા હતા તેમ શાળાના ટ્રસ્ટી ધીરૂભાઈ દેસાઈએ જણાવ્યું હતું.