અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીમાંથી રેતીચોરીની ફરિયાદો વધતા જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના આદેશથી ખાણ-ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
રોયલ્ટી ઇન્સ્પેક્ટર કે.એમ. સોલંકીના નેતૃત્વમાં ટીમે વાંકીયા ગામ નજીક શેત્રુંજી નદીમાં ખાનગી વોચ ગોઠવી દરોડો પાડતા રેતીચોરી કરનારાઓમાં નાસભાગ મચી હતી. કાર્યવાહી દરમિયાન બે ડમ્પર, બે ટ્રેક્ટર અને રેતી ચાળવાના ચાર ચારણા સહિત રૂ.૪૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાંકીયા અને આસપાસના વિસ્તારમાં રેતીચોરીનું નેટવર્ક સક્રિય હોવાની માહિતીના આધારે વધુ તપાસ હાથ ધરાઈ છે.
ખાણ-ખનીજ વિભાગ દ્વારા ચાલુ માસમાં ૨૩ કેસો અને ૧૫૦ લાખની વસૂલાત કરવામાં આવી છે તેમજ ૧૩૦ કેસો અને ૧૭૦ લાખની વસૂલાત કરવામાં આવી છે.