અમરેલી જિલ્લામાં બાળકોની સુરક્ષા અને જાગૃતિ માટે ‘મિશન સ્માઈલ’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, એસપી સંજય ખરાત અને ડીવાયએસપી નયના ગોરડિયા સહિતના અધિકારીઓએ વડીયાની મોંઘીબા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી અને ૧૫૦ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.એસપી ખરાતે બાળકોને ‘ગુડ ટચ‘ અને ‘બેડ ટચ‘ વિશે વિસ્તૃત સમજણ આપી હતી. અધિકારીઓએ વિદ્યાર્થીઓને જાતીય સતામણીથી બચવા અને પોક્સો એક્ટ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. સતામણીનો ભોગ બને તો વાલીઓ સાથે વાત કરવા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, બાળકોને ચાઈલ્ડ
હેલ્પલાઈન નંબર ૧૦૯૮ વિશે જાગૃત કરાયા હતા અને તેમને ‘કોમળ’ નામની શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. આ જનજાગૃતિ કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.