લાઠી તાલુકાના કેરાળા ગામે તસ્કરોએ ખાતર પાડ્યું હોવાની ઘટના સામે આવી છે. તસ્કરોએ રાત્રિના સમયે ઘરમાં ઘૂસી લાખોની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે દકુભાઇ કુરજીભાઇ પડસાળા
(ઉ.વ. ૫૮) એ અજાણ્યા તસ્કર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, રાત્રે આશરે ત્રણ વાગ્યાના સુમારે જ્યારે પરિવાર સૂતો હતો, ત્યારે અજાણ્યો શખ્સ ઘરમાં પ્રવેશ્યો હતો. તસ્કરે બેડના ખાનામાંથી પાકીટ મેળવી, તેમાં રાખેલું આશરે પાંચ તોલા અને સાડા ત્રણ ગ્રામનું સોનાનું મંગળસૂત્ર, રૂ. ૭,૦૦૦ રોકડા તેમજ આંગણામાં પડેલી મોટર સાયકલ મળી કુલ રૂ. ૧,૯૯,૩૦૩ ની મત્તાની ચોરી કરી હતી. વહેલી સવારે ચોરીની જાણ થતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. પી. ડોડિયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










































