અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા બજાર નિયંત્રણ બોર્ડ સંઘના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ દ્વારા તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોને સંપૂર્ણ વિશ્વાસમાં લઈને નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ નવનિયુક્ત ટીમમાં પ્રમુખ તરીકે મધીબેન હિંમતભાઈ બલદાણીયા, ઉપપ્રમુખ તરીકે રેખાબેન કમલેશભાઈ મકવાણા, કારોબારી ચેરમેન તરીકે હેતલબેન અમકુભાઈ કામળિયા, શાસક પક્ષના નેતા તરીકે અમરાભાઈ મંગળભાઈ ગોહિલ અને દંડક તરીકે મધુભાઈ રાણાભાઈ મકવાણાની સર્વાનુમતે વરણી કરાઈ છે.