રાજુલા શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી જાહેર માર્ગ પર વાહન ઉભું રાખી ટ્રાફિક જામ કરનારા ચાલકો વિરુધ્ધ પોલીસે લાલ આંખ કરી છે. શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક અવરોધાય તે રીતે બસ ઉભી રાખવા બદલ એક ચાલક વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રપ્ત માહિતી અનુસાર, રાજુલામાં જાહેર રોડ પર એક સફેદ રંગની અશોક લેલેન્ડ બસના ચાલકે પોતાનું વાહન અડચણરૂપ થાય તે રીતે ઉભું રાખ્યું હતું. આ બસને કારણે અન્ય વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‌યો હતો. જાહેર માર્ગ પર ગેરકાયદેસર રીતે વાહન પાર્ક કરવા બદલ પોલીસે તોહમતદાર ચાલક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે પોલીસ દ્વારા આવી ઝુંબેશ સતત ચલાવવામાં આવી રહી છે.