રાજુલા તાલુકાના શ્રી ભેરાઈ ગામે પે સેન્ટર શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું આજે સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યનું ઢોલ અને સામૈયા કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ મહાનુભાવો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતી. હીરાભાઈ સોલંકીએ શાળાને જરૂરી ફર્નિચર અને જરૂરી વ્યવસ્થા માટે રૂ. પાંચ લાખની સહાય આપવા માટેની જાહેરાત કરી હતી. આ તકે જિલ્લા પંચાયતના ચેરમેન અરજણભાઈ વાઘ, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ ગુજરીયા તાલુકા પંચાયતના સદસ્ય તખુભાઈ, ગામના સરપંચ વાલાભાઈ રામ, ઉપસરપંચ ભોળાભાઈ રામ, રામપરાના સરપંચ સનાભાઇ તથા તાલુકા કેળવણી નિરીક્ષક ભરતભાઈ કલસરિયા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ધાંધલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.