બાબરાના તાપડિયા આશ્રમના મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ઘનશ્યામદાસજી મહારાજનો પ્રાગટયદિન આસો સુદ અગિયારસ નિમિત્તે તા.૨૨ને ગુરુવારના રોજ ઉજવાયો હતો. આશ્રમ ખાતે ગુરુદેવ ભાગવાનના લાંબા આયુષ્ય અને નિરોગી સ્વાસ્થ્ય માટે પૂજ્ય ગુરુદેવ ભગવાન ઘનશ્યામદાસ મહારાજના સેવક હિતેશભાઈ જસાણી દ્વારા માર્કંડેય પૂજા કરવામાં આવી હતી. સદ્ગુરુદેવ શ્રી ઘનશ્યામદાસજી મહારાજની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.







































