દામનગરના સુપ્રસિધ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરે ૨૨ જુલાઈ, બુધવારના રોજ જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ પધારશે. તેઓ સવારે ૧૧ કલાકે મંદિરે પહોંચશે. આ પ્રસંગે મંદિરના નવનિર્માણ કાર્યને સફળ બનાવવા માટે આશીર્વાદ, દિવ્ય માર્ગદર્શન અને સૂચનો આપશે. ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટે ભક્તજનોને સ્વાગત સમારોહમાં જોડાઈ દર્શન, વંદન અને આશીર્વાદનો લાભ લેવા આમંત્રણ આપ્યું છે.