લીલીયા મોટા તાલુકાના મોટા કણકોટ ગામે કમલાનંદ ભવન ખાતે સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ રોકળીયા દવે પરિવાર દ્વારા ૧૯મો સુરાપુરા બાપાનો પાટોત્સવ યોજાયો હતો. ગં.સ્વ. અનસુયાબેન દવેના મુખ્ય યજમાનપદે મહાદેવને અભિષેક અને સુરાપુરા બાપાની પૂજન વિધિ કરાઈ હતી. આ પ્રસંગે બાળકોને ભેટ-કીટ વિતરણ, ભૂમિ વધામણા અને ૨૧ દાતાઓની તક્તીનું અનાવરણ કરાયું હતું.આશરે ૩૦૦ સભ્યોની સામાન્ય સભામાં કુળદેવી માતાજી પીલવાઈ/ખીલવાઇ ધામ (ચિત્તલ) ખાતે ત્રણ રૂમની ઉતારા વ્યવસ્થા બનાવવાનો સર્વાનુમતે સંકલ્પ કરાયો હતો, જેમાં પરિવારોએ સારો આર્થિક સહયોગ આપ્યો હતો. અંતે પટેલ વાડી ખાતે ભોજન સમારંભ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુવા વર્ગે ભારે જહેમત ઉઠાવી હતી.










































