બાબરાની લોહાણા મહાજન વાડી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ સંસ્થાઓમાં ચૂંટાયેલા જ્ઞાતિના પ્રતિનિધિઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં યોજાયેલી બાબરા નગરપાલિકાની ચૂંટણીમાં વિજયી બનેલા સભ્યો યજ્ઞેશ શુકલ, રમેશ તેરૈયા અને મયુરભાઈ રાવલ તેમજ નાગરિક બેંકના ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા બળવંતરાય ચાવ, ગૌરવ તેરૈયા અને અતુલભાઈ ત્રિવેદીનું સમાજ દ્વારા ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ ઉદયનભાઈ ત્રિવેદી, જિલ્લા પ્રમુખ તુષારભાઈ જોષી,તેજસભાઈ ત્રિવેદી, ભગીરથભાઈ ત્રિવેદી, આનંદભાઈ ભટ્ટ, બાબરા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ હસુભાઈ જોષી, કાકુભાઈ ચાવ, નરૂદાદા ત્રિવેદી, પૂર્વ ફોરેસ્ટ ઓફિસર મહેશભાઈ ત્રિવેદી, પત્રકાર મનોજભાઈ કનૈયા,દિલીપભાઈ મહેતા (ચરખા), રાજકીય આગેવાન કૌશિકભાઈ ભરાડ, બાવકુભાઈ ત્રિવેદી, ગુણવંતભાઈ મંડીર, ડો. પ્રવિણભાઈ ત્રિવેદી, જગદીશ ભટ્ટજી, વિપુલ ત્રિવેદી, મૌલિક તેરૈયા, ધેલુભાઈ જોષી (ધરાઈ) સહિત શહેર અને તાલુકાભરના બ્રહ્મ સમાજના આગેવાનો તથા સમાજજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.  સન્માનિત પ્રતિનિધિઓએ સમાજ પ્રત્યે આભાર વ્યક્ત કરી સામાજિક હિત અને વિકાસ માટે કટિબધ્ધતા દર્શાવી હતી. કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ ત્રિવેદીએ કર્યું હતું અને આભારવિધિ હસુભાઈ જોષીએ કરી હતી. આ સમારોહ સમાજમાં એકતા અને સંગઠનનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યો હતો.