સંસદના ચોમાસુ સત્રમાં પેપર લીક વિરોધી બિલ પસાર થઈ ગયું છે, પરંતુ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે. લોકસભામાં બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કરવા બદલ તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી વિરુદ્ધ સ્પીકર સમક્ષ ફરિયાદ નોંધાવી છે અને વિશેષાધિકાર ભંગની નોટિસ દાખલ કરી છે. ચાલો આ વિવાદ વિશે વધુ જાણીએ.પ્રાપ્ત માહિતી અનુસાર, અનુરાગ ઠાકુરે ૨૯ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લોકસભાની કાર્યવાહી દરમિયાન રાહુલ ગાંધીના વર્તનના આધારે ૩૦ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને આ નોટિસ સુપરત કરી હતી. અનુરાગ ઠાકુરે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ ગૃહમાં બિનસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો હતો. ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ નાગરિકોના એક ચોક્કસ વર્ગને “મૂર્ખ” અને “અંધ ભક્ત” તરીકે ઓળખાવ્યો હતો. ભાજપના સાંસદ સંજય જયસ્વાલે પણ રાહુલ ગાંધી વિરુદ્ધ સ્પીકરને પત્ર લખીને તેમની સામે કાર્યવાહીની માંગ કરી છે.
રાહુલ ગાંધી દ્વારા ગૃહમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો સંસદીય કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જાકે, આ શબ્દોએ રાહુલ ગાંધીને ગંભીર મુશ્કેલીમાં મુકી દીધા છે. લોકસભામાં પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ એક વાર નહીં પરંતુ અનેક વખત “મૂર્ખ” શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દનો ઉપયોગ કરવા બદલ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અનુરાગ ઠાકુરે માંગ કરી છે કે આ મામલો વિગતવાર તપાસ માટે વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવે. ફરિયાદમાં જણાવાયું છે કે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુના વાંધો હોવા છતાં, શબ્દનો ઉપયોગ બંધ થયો ન હતો. અધ્યક્ષ તરફથી સ્પષ્ટ ચેતવણી પછી પણ, રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ શબ્દોનું પુનરાવર્તન કર્યું.રાહુલ ગાંધી સામે દાખલ થયેલી ફરિયાદ પર કાર્યવાહી કરવાનો અધિકાર લોકસભા અધ્યક્ષ પાસે છે. અધ્યક્ષ તેને વિશેષાધિકાર સમિતિને મોકલી શકે છે. જા રાહુલ દોષિત ઠરે છે, તો અધ્યક્ષ તેમને ચેતવણી આપીને છોડી શકે છે, ગૃહમાં માફી માંગવાનું કહી શકે છે, અથવા સત્રના બાકીના સમય માટે તેમને હાંકી કાઢવા માટે ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરી શકે છે.








































