ડાયાલીસીસ મશીનો જુના આવ્યા હોવાની ચર્ચા
બગસરા સરકારી દવાખાનામાં આવેલા ડાયાલીસીસ મશીન જુના આવ્યા હોવાની ચર્ચાએ જાર પકડ્યુ છે. અન્ય સરકારી દવાખાનાના ડાયાલીસીસ મશીનો બગસરાને ધાબડી દેવામાં આવ્યા છે.જા કે સરકારી દવાખાનામાં બે મશીનો ફાળવવામાં આવ્યા હોવાથી દિવસ દરમિયાન માત્ર ચાર દર્દીઓને લાભ મળી શકે તેવી શક્યતા છે.
બગસરા સરકારી દવાખાનામાં મંગળવારના રોજ ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. લોકાર્પણ થાય તે પૂર્વે તાલુકા પંચાયતના પ્રમુખ અને આપ દ્વારા સંગઠનના હોદ્દેદારોના બદલે રાજય સરકારના પ્રતિનિધી,ડોકટર કે દર્દીના હસ્તે જ લોકાર્પણ કરવામાં આવે તે માટે ઉગ્ર વિરોધ નોંધાવતા આખરે ડાયાલીસીસ સેન્ટરનું દર્દીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ અંગે તાલુકા પંચાયતના પ્રમુખ રમેશ સતાસીયાએ જણાવ્યું હતું કે, ડાયાલીસીસ મશીન રાજય સરકાર તરફથી આપવામાં આવ્યુ છે.જેથી રાજય સરકારના પ્રતિનિધી અથના જનપ્રતિનિધીના હસ્તે ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરવુ જાઈએ. જા કે તેમણે રાજય સરકારે આ સુવિધા આપવા બદલ આભાર માન્યો હતો. ભારે વિરોધ બાદ જિલ્લા ભાજપ પ્રમુખના બદલે દર્દીના હસ્તે ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. લોકાર્પણ પ્રસંગે આવેલા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા ડાયાલીસીસ બગસરામાં શરૂ કરવામાં આવ્યું છે. આ સેવાનો લાભ દર્દીઓને મળે તે જરૂરી છે.હવેથી જે દર્દીઓને બિમારી લાગુ પડી છે તેવા દર્દીઓને હવે બહારગામ જવાની જરૂર પડશે નહી.આમ, બગસરા સરકારી દવાખાનામાં ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ થતા બહારગામ જતા દર્દીઓ માટે જ શહેરમાં જ સુવિધા મળતા દર્દીઓને પણ હાશકારો થયો છે. આ કાર્યક્રમમાં રાજકિય,સહકારી, સામાજિક સંસ્થાઓના આગેવાનો અને જનપ્રતિનિધીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
જનપ્રતતિનિધીઓને આમંત્રણ ન આપ્યા હોવાના આક્ષેપ
બગસરા સરકારી દવાખાનામાં ડાયાલીસીસના લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સહિત આમ આદમી પાર્ટી સહિતના આગેવાનો અને રોગી કલ્યાણ સમિતિના સભ્યને આમંત્રણ ન આપવામાં આવ્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જા કે આ બાબતે ડોકટરોએ તમામ લોકોને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યુ હોવાનુ જણાવ્યુ હતું.
વધુ ડોકટરોની નિમણૂંક કરવા માંગ કરાઈ
બગસરા સરકારી દવાખાનામાં મહત્વના અનેક ડોકટરોની જગ્યા ખાલી છે જેમાં ખાસ કરીને ઓર્થોપેડિક, એમડી, એમએસ સહિતના ડોકટરોની જગ્યા ખાલી હોવાથી દર્દીઓને સારવાર અર્થે ખાનગી દવાખાના કે અન્ય શહેરોમાં સારવાર માટે જવુ પડે છે આ બાબતે વધુમાં વધુ ડોકટરોની નિમણૂંક થાય તે માટે જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ સહકારી આગેવાન રશ્વિનભાઈ ડોડીઆએ શહેર વતી રજૂઆત કરી હતી.
આભાર – નિહારીકા રવિયા







































