ઉપદ્રવનો સમય: મોલોનો ઉપદ્રવ મગફળીના પાકમાં સામાન્ય રીતે જુલાઈ–ઓગષ્ટ મહિનામાં જોવા મળે છે. ખાસ કરીને વાદળીયું વાતાવરણ અને ઝરમર વરસાદ આ જીવાતનો ઉપદ્રવ થવા માટે અનુકૂળ છે.
(ર) તડતડીયા, લીલા ચુસિયા કે લીલી પોપટી (Empoascakerri B.)
ઓળખ: બચ્ચા અને પુખ્ત બંને લીલા રંગના અને ફાચર આકારના હોય છે. તે સહેજ અડકતા પાન ઉપર લાક્ષણિક ઢબે ત્રાંસા ચાલવાની ટેવ વાળા હોય છે. પુખ્ત કિટકની આગળની બંને પાંખો પર એક એક કાળુ ટપકું હોય છે.
જીવન ચક: આ જીવાતની માદા પાનની નીચેના ભાગે નસમાં પીળાશ પડતા સફેદ રંગના ૩૦ જેટલા ઈંડા મૂકે છે. આ જીવાત એનું જીવનચક્ર ૭ થી ૧૨ દિવસમાં પૂરૂં કરે છે. આ જીવાતનો જીવનકાળ વાતાવરણની પરિસ્થિતિ ઉપર આધારીત છે અને અનુકૂળ વાતાવરણમાં આ જીવાતની એક વર્ષમાં અંદાજીત ૧૧ પેઢી જોવા મળે છે. (ક્રમશઃ)













































