સોશિયલ મીડિયા પ્રભાવક ફૈઝાન અંસારીએ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) ના સ્થાપક અભિજીત દિપકે વિરુદ્ધ દિલ્હી પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે દિપકેના સાથીઓએ પુણે અને ઔરંગાબાદમાં તેમના પર હુમલો કર્યો હતો. અંસારીએ દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બંને ઘટનાઓના સંદર્ભમાં બે કેસ પહેલાથી જ નોંધાયેલા છે. તેમણે પોલીસને અભિજીત દિપકેની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.ફૈઝાન અંસારીએ કહ્યું, “આજે, મેં દિલ્હી ડીસીપીમાં સીજેપીના સ્થાપક અભિજીત દિપકે વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે, કારણ કે મારી પાસે પુરાવા છે કે તેમના માણસોએ મારા પર હુમલો કર્યો હતો. પુણે અને ઔરંગાબાદમાં મારા પર હુમલો થયો હતો. આ સંદર્ભમાં બે કેસ પહેલાથી જ નોંધાયેલા છે. હું ઈચ્છું છું કે દિલ્હી પોલીસ તાત્કાલિક દિપકેની ધરપકડ કરે.”અન્સારીએ આગળ કહ્યું, “હું દિલ્હીના મુખ્યમંત્રી અને દિલ્હી પોલીસને સોનમ વાંગચુકને યોગ્ય સમયે અટકાયતમાં લેવા બદલ સલામ કરું છું. આનાથી દિલ્હીનું વાતાવરણ બગડતું અટક્્યું. દિપકે જે કંઈ કરી રહ્યા છે, તે પોતાના અંગત ફાયદા માટે કરી રહ્યા છે.”અગાઉ, સુરતના આરટીઆઈ કાર્યકર્તા અમિત તિવારીએ સીજેપીના સ્થાપક અભિજીત દિપકેના પિતા ભગવાનરાવ દિપકેની આવકની તપાસની માંગ કરી હતી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે તેમના પુત્રના યુએસમાં ઉચ્ચ શિક્ષણ માટે જુનિયર એન્જિનયર (જેઈ) ના પગારમાંથી ભંડોળ કેવી રીતે આપવામાં આવ્યું.આરટીઆઈ કાર્યકર્તાએ ચૂંટણી પંચ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ પાસે સીજેપીની કાનૂની સ્થિતિ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ દ્વારા જાહેર કરાયેલ ૧ કરોડની સહાય પર કર જવાબદારીની તપાસ કરવાની પણ માંગ કરી છે. સોમવારે, અભિજીત દિપકેએ ચેતવણી આપી હતી કે જા તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો તેઓ બીજા વિરોધ કરશે.દિપકેએ કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો હતો કે નીટ યુજી ઉમેદવારોના આત્મહત્યાના કેસોમાં મૃતકોના પરિવારોને હજુ સુધી ૧ કરોડ રૂપિયાનું વળતર કેમ આપવામાં આવ્યું નથી.સીજેપીએ જંતર-મંતર ખાતે ૩૭ દિવસનો વિરોધ પ્રદર્શન કર્યો હતો, જે ૨૫ જુલાઈએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને અન્ય મુખ્ય માંગણીઓ પર ખાતરી આપ્યા બાદ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.





































