બાબરા શહેરમાં વેલનાથ બાપુની જન્મજયંતિ નિમિત્તે જય વેલનાથ પ્રગતિ મંડળ અને ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ચિતલ રોડ પર આવેલા વેલનાથ બાપુના મંદિરેથી એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું, જેનું શહેરના મુખ્ય માર્ગો પર ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા બાદ મંદિર પરિસરમાં મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા, સેવા, શિક્ષણ અને સંસ્કારના મૂલ્યોને મજબૂત કરવાની પ્રેરણા આપવામાં આવી હતી. સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે આયોજકો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી, જેને સમાજના અગ્રણીઓએ બિરદાવી હતી.




































