ઉનાળાની ગરમીના કારણે ઘણા સરીસૃપો દરમાંથી બહાર નીકળી આવ્યા છે. બાબરાના અમરાપરામાં સર્પદંશથી યુવકનું મોત થયું હતું. રાજેશભાઇ બાબુલાલ સરવૈયા (ઉ.વ.૬૧), એ જાહેર કર્યા મુજબ ગુંજનકુમાર પ્રવિણભાઇ ચૌહાણ (ઉ.વ.૩૮) પોતાના ઘરે પલંગ ઉપર સુતા હતા તે દરમિયાન સાપ કરડવાથી મરણ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.આર. દાંતી વધુ તપાસ ચલાવી રહ્યા છે.