ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના મોવડી મંડળ દ્વારા સંગઠનાત્મક નિમણૂકો કરવામાં આવી છે. જેમાં બગસરાના પાંચ સક્રિય આગેવાનોને વિવિધ તાલુકા અને શહેરોના પ્રભારી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં યુવા કાર્યકર્તા અનિલભાઈ વેકરીયાને બાબરા શહેરના પ્રભારી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ધીરૂભાઇ કોટડીયાને ધારી તાલુકાના પ્રભારી તેમજ મનોજભાઈ મહિડાને સાવરકુંડલા શહેરના પ્રભારી બનાવાયા છે. આ ઉપરાંત બગસરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ રિબડીયાને લાઠી શહેરના અને પૂર્વ ઉપપ્રમુખ રાજુભાઇ ગીડાને ધારી શહેરના પ્રભારી તરીકે નીમવામાં આવ્યા છે. બગસરા શહેર અને તાલુકા ભાજપ દ્વારા આ તમામ નવી નિમણૂકોને હૃદયપૂર્વક આવકારવામાં આવી છે અને આગામી સમયમાં પક્ષનું સંગઠન વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.








































