બગસરા શહેરમાં તા.૫/૧૦/૨૦૨૫ના રવિવારે સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા સુધી સાકેતવાસી હરિલાલ પ્રેમશંકરભાઈ વ્યાસ મામાના સ્મરણાર્થે શિવ બાબા માનવસેવા ગ્રુપ બગસરા અને બાળ કેળવણી મંદિર દ્વારા તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલીના સહયોગથી ભવ્ય રક્તદાન કેમ્પ યોજાશે. વિમલબેન હરિલાલ વ્યાસ (શીતલ આઈસ્ક્રીમ પરિવાર)ના આર્થિક સહયોગથી યોજાયેલ આ કેમ્પ બાળ કેળવણી મંદિર, પોલીસ સ્ટેશનની બાજુમાં રહેશે. વધુ માહિતી માટે પંકજભાઈ ગાંગડીયા (મો. ૯૩૨૭૫૨૬૬૯૯)નો સંપર્ક કરવા અપીલ છે.







































