સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે બાલધા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાવરકુંડલાના પીઠવડી ગામે વિનુભાઈ બાલધા, ભગીરથભાઈ બાલધા અને દકુભાઈ બાલધા તેમજ બાલધા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. વ્યાસપીઠ પર બિરાજી વિદ્વાન વક્તા શરદભાઈ વ્યાસ કથાનું રસપાન કરાવી રહ્યા છે. સમગ્ર પીઠવડી ગામ શ્રદ્ધા અને આસ્થાના રંગે રંગાયું છે. બાલધા પરિવારના ૫૧
પિતૃઓના મોક્ષાર્થે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ ભાવ અને શ્રદ્ધાપૂર્વક બાલધા પરિવાર આયોજિત આ કથામાં સમગ્ર સૌરાષ્ટ્રના ખ્યાતનામ સંતો, રાજસ્વી રત્નો અને ઉદ્યોગપતિઓ પધારશે તો કથાનો શકય એટલો લાભ લેવા જનતાને અનુરોધ કરાયો છે.