બગસરા નગરપાલિકા દ્વારા અંદાજે ૫૦ લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત થયેલા ટાઉનહોલનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલીના સાંસદ ભરત સુતરિયા, ઉર્જામંત્રી કૌશિક વેકરિયા અને જે.વી. કાકડીયા, પ્રદિપ ભાખર, રશ્વિનભાઈ ડોડીઆ, રાજુભાઈ ગીડા, એ.વી.રીબડીયા સહિતના રાજકીય અગ્રણીઓએ વિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડીયા અને ચીફ ઓફિસર મિત્તલબેન ભાલાળા સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં એન.સી.સી. કેડેટ્‌સને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.