બગસરામાં દેશના ૭૭મા પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે અમરેલી જિલ્લાના બગસરા યુનિટના બે હોમગાર્ડ જવાનો, જીતેન્દ્રભાઈ બોરીચા અને ભીખુભાઈ છભાડની વિશિષ્ટ સેવા બદલ ‘મુખ્યમંત્રી ચંદ્રક’ માટે પસંદગી કરવામાં આવી છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ શિવા ગ્રુપ-બગસરા દ્વારા એક વિશેષ કાર્યક્રમ યોજી બંને જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બગસરા પી.આઈ. ગીડા, પી.એસ.આઈ. ગઢવી, શિવા ગ્રુપના પ્રમુખ નિતેશ ડોડીઆ, હરેશભાઈ રાઠોડ અને નિલેશભાઈ સરવૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે જવાનોને મોમેન્ટો આપી તેમની નિષ્ઠા અને રાષ્ટ્રસેવાને બિરદાવવામાં આવી હતી. આ સન્માનથી બગસરા હોમગાર્ડ દળ અને પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.








































