ગત વર્ષે થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાની થયેલ હતી જે બાબતે વારંવાર વળતર ચૂકવવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવતી હતી. જેમાં રાજ્ય સરકારએ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ જાહેરાતમાં બગસરા તાલુકાના ૩૬ ગામો પૈકી ૩૪ ગામને રાહત પેકેજ માં સમાવવામાં આવેલ છે તાલુકાના માત્ર બે ગામ ખીજડીયા અને સનાળીયાને રાહત પેકેજનો લાભ આપવામાં આવેલ નથી. હકીકતમાં આ બે ગામના ખેડૂતોને પણ ખૂબ જ નુકસાન થયેલ છે તેમ છતાં પેકેજમાં સમાવેશ ન થતા બંને ગામના ખેડૂતોમાં નિરાશા વ્યાપી હતી. આ બાબતે ખીજડીયાના ઉપસરપંચ ઉમેદભાઈ વાળાએ ધારાસભ્ય જે.વી. કાકડીયાને રજૂઆત કરી છે.









































