વિÎનહર્તા ભગવાન ગણેશના વિસર્જનના પાવન દિવસે સુરતના ડીંડોલી વિસ્તારમાં ડીંડોલી પોલીસે ફરજની સાથે ધાર્મિક લાગણી અને સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરના છેવાડાના વિસ્તારમાં આવેલી પ્રદૂષિત નહેરમાં કેટલાક લોકો દ્વારા ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી દેવામાં આવ્યું હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.ડીંડોલી વિસ્તારમાં આવેલી નહેરનું પાણી પહેલેથી જ પ્રદૂષિત હોવાથી તેમાં ગણેશજીની મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી હતી. નહેરમાં મૂર્તિઓ પડેલી હોવાની જાણ ડીંડોલી પોલીસને થતાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા. ધાર્મિક આસ્થા સાથે જાડાયેલી મૂર્તિઓ પ્રદૂષિત પાણીમાં રહે તે યોગ્ય ન હોવાનું માની પોલીસે મૂર્તિઓને સન્માનપૂર્વક બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો.
વિસર્જનના દિવસે ડીંડોલી પોલીસ પહેલેથી જ શહેરમાં ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં વ્યસ્ત હતી. તેમ છતાં નહેરમાં ભગવાન ગણેશની મૂર્તિઓ પડેલી હોવાની જાણ થતાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ સ્ટાફે નહેરમાં ઉતરી કેટલીક મૂર્તિઓને કાળજીપૂર્વક બહાર કાઢી હતી. મૂર્તિઓને બહાર કાઢતી વખતે પોલીસ દ્વારા ધાર્મિક લાગણીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. ગણેશજીની મૂર્તિઓને કોઈ નુકસાન ન થાય અને તેને સન્માનપૂર્વક બહાર કાઢી શકાય તે રીતે કામગીરી કરવામાં આવી હતી.
નહેરમાંથી બહાર કાઢવામાં આવેલી ગણેશજીની મૂર્તિઓને બાદમાં તાત્કાલિક કૃત્રિમ તળાવ ખાતે લઈ જવામાં આવી હતી. અહીં મૂર્તિઓનું માનભેર અને ભÂક્તભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. પોલીસની આ કામગીરી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ પૂરતી સીમિત રહી નહોતી, પરંતુ ધાર્મિક આસ્થા અને પર્યાવરણ બંને પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ બની હતી. ગણેશજીની મૂર્તિઓને પ્રદૂષિત નહેરમાં છોડી દેવાને બદલે તેને બહાર કાઢી યોગ્ય સ્થળે વિસર્જન કરાયું હતું.
ડીંડોલી પોલીસના ધ્યાન પર આવેલી માહિતી મુજબ નહેરના પાણીમાં અંદાજે ૧૫૦થી વધુ ગણેશજીની મૂર્તિઓ હોવાનો અંદાજ છે. આજે ગણેશ વિસર્જનનો મુખ્ય દિવસ હોવાથી ડીંડોલી પોલીસનો મોટો સ્ટાફ શહેરમાં અલગ-અલગ સ્થળે વિસર્જન બંદોબસ્તમાં તૈનાત હતો. આ કારણસર આજે સમય અને સ્ટાફની મર્યાદાને ધ્યાનમાં રાખીને નહેરમાંથી કેટલીક મૂર્તિઓ બહાર કાઢી તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બાકીની મૂર્તિઓ માટે પણ પોલીસ દ્વારા કામગીરી કરવાની તૈયારી કરવામાં આવી છે.ગણેશ વિસર્જનનો મુખ્ય બંદોબસ્ત પૂર્ણ થયા બાદ ડીંડોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ નહેરમાં રહેલી બાકીની મૂર્તિઓ બહાર કાઢવાની કામગીરી હાથ ધરશે. અંદાજે ૧૫૦થી વધુ મૂર્તિઓને નહેરમાંથી બહાર કાઢી સન્માનપૂર્વક કૃત્રિમ તળાવ ખાતે લઈ જવામાં આવશે અને ધાર્મિક ભાવના જળવાઈ રહે તે રીતે તેમનું વિસર્જન કરવામાં આવશે. પોલીસની આ કામગીરીથી એક તરફ નહેરમાં પડેલી મૂર્તિઓનો યોગ્ય નિકાલ થશે, તો બીજી તરફ ભગવાન ગણેશની મૂર્તિઓ સાથે જાડાયેલી લોકોની ધાર્મિક લાગણીનું પણ સન્માન જળવાશે.