ચલાલાના ધારગણી ગામે એક મહિલાને તેના પુત્રએ કરેલી પોલીસ ફરિયાદ બદલ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે ધારગણી ગામે રહેતા ગોદાવરીબેન ભુપતભાઈ મોલડીયા (ઉ.વ.૫૦)એ શેલ ખંભાળીયા ગામના હરેશભાઈ નામના વ્યક્તિ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના દીકરા રવિભાઈએ આરોપીના ગામના રહીશ મહેશભાઈ બોરીચા તથા જયવીરભાઈ વાળા વિરુદ્ધ ચલાલા પોલીસ સ્ટેશનમાં વ્યાજ વટાવની ફરિયાદ કરી હતી. જે બાબતનું મનદુઃખ રાખી આરોપીએ તેની દુકાને આવી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવીરાજભાઈ પ્રતાપભાઈ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.