ગીર સોમનાથ SOG ટીમે ઉના તાલુકાના નવાબંદર ગામમાં એક બોગસ ડાક્ટરને પકડ્‌યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, લાશાની સિદ્દીકી નામનો એક યુવક કોઈ પણ મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર દવાખાનું ચલાવી રહ્યો છે. આથી, SOG ટીમે મેડિકલ ઓફિસર ડા. સંકેત મોરીને સાથે રાખીને નવાબંદરમાં મદિના મસ્જિદ સામે આવેલા આ દવાખાના પર દરોડો પાડ્‌યો હતો. પોલીસને દરોડા દરમિયાન ત્યાંથી અલગ-અલગ એલોપેથી દવાઓ, ઈન્જેક્શન્સ અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા. આ તમામ વસ્તુઓની કિંમત લગભગ રૂ. ૯,૪૯૪/- જેટલી થાય છે. આ કેસમાં પોલીસે લાશાની સિદ્દીકી વિરુદ્ધ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.