બાબરા તાલુકાના નાની કુંડળ ગામે સામાજિક વનીકરણ રેન્જ, બાબરા દ્વારા વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગ્રામજનોમાં વન્યજીવો પ્રત્યે જાગૃતિ કેળવવા તેમજ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે સરપંચ વિનોદભાઈ તલાવડીયા, ઉપસરપંચ અશ્વિનભાઈ સોલંકી, બાબરા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન માધવભાઈ કટારીયા, અગ્રણી નારણભાઈ ભાલીયા, ફોરેસ્ટર આર.બી. કેસરિયા, ફોરેસ્ટર ચંદ્રિકાબેન ધાંધલીયા, ફોરેસ્ટ ગાર્ડ હિરલબેન, રજનીભાઈ સહિત વન વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.