અમરેલીના નાના માચીયાળા ગામેથી યુવતી ઘરેથી લાપતા બની હતી. ગામમાં દુકાને વસ્તુ લેવા માટે ગયેલી દીકરી મોડે સુધી ઘરે પરત ન આવતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અરવીંદભાઈ નાજાભાઈ ચાંચીયા
(ઉ.વ.૪૯)એ જાહેર કર્યા મુજબ તેમની દીકરી ગામમાં આવેલી એક દુકાને વસ્તુ લેવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જોકે, નિર્ધારિત સમય વીતી ગયા પછી પણ દીકરી ઘરે પાછી ન આવતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો નહોતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.ડી. અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.










































