ગણેશ વિસર્જનના પવિત્ર પર્વ પર કામરેજમાં મોટી દુર્ઘટના બની છે. ધોરણ પારડીની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલી નાવડી અચાનક પલટી મારી ગઈ હતી. નાવડીમાં સવાર ત્રણ યુવકો તાપી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી.
નાવડી પલટી જતા હાજર સ્થાનિકોએ તાત્કાલિક રેસ્ક્્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને બે યુવકોને બેભાન અવસ્થામાં પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે ત્રીજા યુવકની શોધખોળ માટે કામરેજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને નદીમાં શોધખોળ હાથ ધરી હતી.
ત્રણેય યુવકોને પાણીમાંથી બહાર કાઢ્યા બાદ તાત્કાલિક સારવાર માટે કામરેજની દીનબંધુ હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાકે, તબીબે ત્રણેય યુવકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોની ઓળખ દાના શિયાળિયા, રાજુ મેર અને શાર્દુલ મેર તરીકે થઈ છે.ગણેશ વિસર્જનના દિવસે બનેલી આ કરુણ દુર્ઘટનાથી ત્રણેય પરિવારોમાં માતમ છવાયો છે. ત્રણ યુવકોના મોતથી શોકની લાગણી પ્રસરી છે. એક તરફ ગણેશ વિસર્જનની ઉજવણી ચાલી રહી હતી, ત્યારે બીજી તરફ તાપી નદીમાં ત્રણ જિંદગીઓનો કરુણ અંત આવ્યો હતો.








































