બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામે આવેલી ચેકડેમમાં નાહવા ગયેલા ચાર યુવકોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકોમાં બે યુવકો મોટા દેવળિયા ગામના અને બે યુવકો જેતપુરના નવાગઢ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.પ્રાથમિક માહિતી મુજબ, ચારેય યુવકો મોટા દેવળિયા ગામના ચેકડેમ ખાતે નાહવા માટે ગયા હતા. દરમિયાન તેઓ ચેકડેમના પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે ગણેશ વિસર્જન માટે ચેકડેમ તરફ ગયેલા લોકોને કાંઠા પર યુવકોનાં કપડાં જાવા મળ્યા હતા. શંકા જતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસને જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોની મદદથી ચેકડેમમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ચારેય યુવકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ચાર યુવકોના એકસાથે મોતના સમાચારથી મોટા દેવળિયા સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતકોની ઓળખ કનુભાઈ દેવજીભાઈ શિંગાળા અને સચિનભાઈ કાળુભાઈ શિંગાળા, બંને રહે. મોટા દેવળિયા તરીકે થઈ છે. જ્યારે ભલા પ્રવીણભાઈ જેઠવા અને કેવિન પ્રવીણભાઈ જેઠવા, બંને રહે. નવાગઢ, જેતપુરના હોવાનું સામે આવ્યું છે. ચારેય યુવકો વાÂલ્મકી સમાજના હોવાનું જાણવા મળ્યું છે.પ્રાથમિક તપાસમાં ચારેય યુવકો સામાજિક કાર્ય માટે મોટા દેવળિયા આવ્યા હતા અને ત્યારબાદ ચેકડેમમાં નાહવા ગયા હોવાની માહિતી સામે આવી રહી છે. જાકે, સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડીવાયએસપી વિસ્મય માનસેતાએ જણાવ્યું હતું કે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ચેકડેમમાંથી ચારેય યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ અર્થે લઇ જવામાં આવ્યા છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.