રાજુલા સિંધી સમાજ દ્વારા નવનિર્મિત સમાજની વાડી અને

રાજુલા શહેરમાં સિંધી સમાજ દ્વારા નવનિર્મિત સમાજની વાડી અને ઝુલેલાલ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તા. ૯ થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન ત્રિ-દિવસીય ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર શહેરમાં દિવાળી જેવો આનંદમય માહોલ જોવા મળી રહ્યો છે અને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમાજના લોકો પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે. પ્રથમ દિવસે યજ્ઞ પ્રારંભ, અરણી મંથન, જલયાત્રા, કુટીર હોમ અને સાંજે આરતી બાદ સુંદરકાંડ પાઠનું આયોજન છે. બીજા દિવસે મૂર્તિ નગર ભ્રમણ માટે વિધ્યાબેન લાલવાણીના નિવાસસ્થાનથી નીકળશે તેમજ વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા વિધિઓ યોજાશે. ઝુલેલાલ મંડળ ભાવનગર દ્વારા ભહેરાણા સાહેબ અને મહાપ્રસાદનું આયોજન રહેશે. ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સાથે સવારે ૯થી ૫ વાગ્યા સુધી મહા રક્તદાન કેમ્પ યોજાશે. કાર્યક્રમ ભેરાઈ રોડ સ્થિત વૃંદાવન સોસાયટી ખાતે યોજાશે. આચાર્ય તરીકે શાસ્ત્રી બલવંતભાઈ ઉપાધ્યાય બિરાજમાન રહેશે.