જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે પ્રોહિબિશનના ગુનાઓ ડામવા માટે હાથ ધરેલા પેટ્રોલીંગ દરમિયાન મોટી સફળતા હાંસલ કરી છે. જીવાપરથી ખાખરા ગામ તરફ આવી રહેલી એક લક્ઝરી ફોર્ચ્યુનર કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કૂલ ૧૮ લાખ ૨૨ હજાર ૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી એક રીઢા ગુનેગારની ધરપકડ કરી છે.
ધ્રોલ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, ત્યારે તેમને સંયુક્ત બાતમી મળી હતી કે એક સફેદ કલરની ફોર્ચ્યુનર કાર જીવાપર ગામ તરફથી ખાખરા ગામ તરફ વિદેશી દારૂ ભરીને આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ખાખરા ગામ પાસે વોચ ગોઠવી હતી. હકીકતવાળી કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ કાર ભગાવતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી તેને આંતરી લીધી હતી.
પોલીસે સ્થળ પરથી ઘનશ્યામગીરી જગદિશગીરી ગોસાઈ (ઉ.વ. ૪૦, રહે. રાજકોટ, મૂળ રહે. ખાખરા)ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. રાજકોટના ભÂક્તનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો, આણંદ જિલ્લાના વિરસદ પોલીસ સ્ટેશનમાં પણ એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધાયેલો છે.
કબજે કરવામાં આવેલ મુદ્દામાલની વિગત
કારની તલાશી લેતા અંદરથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૧૮૦ ની કુલ ૧,૮૫૨ બોટલો મળી આવી હતી. ?
દારૂનો જથ્થોઃ ૨,૭૭,૮૦૦ ની કિંમતની ૧,૮૫૨ બોટલો.
વાહનઃ ૧૫,૦૦,૦૦૦ ની કિંમતની ફોર્ચ્યુનર કાર.
મોબાઈલઃ ૪૫,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ ફોન.
કુલ મુદ્દામાલઃ ૧૮,૨૨,૮૦૦.
આ કેસમાં પોલીસે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર અન્ય સાત શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં પૃથ્વીરાજ શાંતુભાઇ ધાંધલ (રાજકોટ), યશપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ રામસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ વેલુભા જાડેજા, મફતસિંહ ઉર્ફે જયપાલસિંહ બળુભા જાડેજા, અરવિંદસિંહ કિરીટસિંહ જાડેજા અને શાંતુભા જશુભા જાડેજા (તમામ રહે. ખાખરા) નો સમાવેશ થાય છે. ધ્રોલ પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









































