સિક્કા, જામનગરથી હજીરા, સુરત જઈ રહેલા એમ.ટી. મેરીટાઇમ રોજમેરી જહાજમાં વહેલી સવારે લગભગ ૩ વાગ્યે પીપાવાવ પોર્ટ નજીક એન્જિન રૂમમાં અકસ્માત થયો. આ અકસ્માતમાં એક ક્રૂ મેમ્બરને છાતી, કાંડા અને કોણી પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જહાજના કપ્તાને કોસ્ટગાર્ડ અને વી.ટી.એસ. ખંભાતનો સંપર્ક કર્યો. સૂચના મુજબ, જહાજને તાત્કાલિક પીપાવાવ પોર્ટ તરફ વાળવામાં આવ્યું. ત્યાં પ્રાથમિક સારવાર બાદ, ઇજાગ્રસ્ત ક્રૂ મેમ્બરને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે.










































