રાજુલા-જાફરાબાદ પર્યાવરણ જંગલ બચાવ સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન મંત્રી અર્જુન મોઢવાડિયાને આભાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં જંગલ ખાતાની ૭૫.૯૪ હેક્ટર જમીન અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને માઈનિંગ માટે ફાળવવામાં આવી હતી. આ નિર્ણયના વિરોધમાં સિંહ દિવસ નિમિત્તે સમિતિએ રજૂઆત કરી હતી. આ જમીનમાં મોટી સંખ્યામાં વૃક્ષો તેમજ પક્ષીઓ, પશુઓ, વન્યપ્રાણીઓ અને સિંહોની અવરજવર હોવાથી પર્યાવરણને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સરકાર દ્વારા જમીન ફાળવણી રદ કરવામાં આવતા સમિતિએ પેંડા વહેંચી ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રોજેક્ટોને મંજૂરી ન મળે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ચેતન વ્યાસ, અનક સાખટ, વિપુલ લહેરી, કાળુભાઈ વાઘ, હરસુરભાઈ રામ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.