ગોઢાવદર ખેતી સહકારી મંડળીની ૭૪મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ કાળુભાઈ ભુરાભાઈ ગજેરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ગત સાલ મંડળીને રૂ.૫,૭૫,૩૪૫ જેવો સારો નફો થયો હોવાથી મંડળીના પેટા નિયમ મુજબ નફાની ફાળવણી કરી સભાસદોને ૧૨ ટકા ડિવીડન્ડ ચૂકવવાનું તેમજ ધીરાણ લેતાં સભાસદોને ભેટ આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાધારણ સભામાં મંડળીનાં સભાસદો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.સભામાં મંડળીનાં મંત્રી દિનેશભાઈ એચ. ભટ્ટ તરફથી મંડળીના વાર્ષિક હિસાબો તેમજ અહેવાલ રજુ કરવામાં આવ્યા હતા અને એજન્ડા મુજબની તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. સભાના અંતે મંડળીનાં સહમંત્રી અમિત જોષી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ વાર્ષિક સભાનું સુંદર આયોજન તેમજ સમગ્ર વ્યવસ્થા મંડળીના ઉપપ્રમુખ મનસુખભાઈ હિરપરા, વ્યવસ્થાપક કમિટીના સભ્ય વિજયભાઈ ગજેરા, વિઠ્ઠલભાઈ ગજેરા, ભોળાભાઈ હિરપરા, નરસીભાઈ અને વાલજીભાઈ વિંજુડા દ્વારા કરવામાં આવી હતી.