ગીર ગઢડા તાલુકામાં સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થતાં ઊનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે રાવલ અને મચ્છુંદ્રી ડેમને ‘સૌની યોજના’ હેઠળ પાણીથી ભરવા ગુજરાત સરકારમાં રજૂઆત કરી છે.ગાંધીનગર ખાતે તેમણે જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલને રૂબરૂ મળીને લેખિત પત્ર સોંપ્યો હતો. ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે આ બંને ડેમ ભરાવાથી આસપાસના અનેક ગામોના ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ મળશે. આ ઉપરાંત ભૂગર્ભજળના સ્તર ઊંચા આવવાથી સ્થાનિક ગ્રામીણ અર્થતંત્ર અને પશુપાલનને મોટો ફાયદો થશે. હાલ ખેડૂતો સરકારની ઝડપી કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.









































