જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ માંગરોળ બંદર ફેઝ-૩ ની ચાલી રહેલી કામગીરીની સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.આ મુલાકાત દરમિયાન સ્થાનિક માછીમારો અને ખારવા સમાજના આગેવાનોની વિવિધ રજૂઆતો સાંભળી તેમની સમસ્યાઓ ઉકેલવાની હૈયાધારણા આપી હતી. વધતી જતી બોટોને ધ્યાને રાખી બંદરના વિસ્તરણ અને વેસ્ટર્ન બ્રેકવોટર વોલને પ્રોટેક્શન આપવા અંગે જરૂરી સૂચનો કર્યા હતા. સાંસદની આ મુલાકાતથી સ્થાનિકોમાં બંદરના વિકાસ અંગે આશાવાદ સર્જાયો છે.







































